

વીર રામવાળાની પ્રશસ્તીનું સપાખરૂં – ગીગાબાપુ બારોટ – Giga Bapu Barot
સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ
છુટ્યા બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે
તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક
ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં
પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર
ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે
પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર
કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી
ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર
રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા
ડણંકી મામલે શુરા કરે મારામાર
હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા
વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક
ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં
મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક
બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ
તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ
લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી
મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ
હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી
ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન
બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી
સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન
લોઢે સાગરારા કેના પ્રથમીરા ધડા લાગા
કોપ્યા કિરતાર કેના થાવા પ્રલેકાળ
હલબલ્યા પ્રથી પીઠુ મેદાનીરા મળ્યા હોળા
બધાં ટોળાં ઠોરે ઠોર કુંકાવ્યા બૈતાળ
લલક્યાં ગ્રિધાંણ ટોળાં ગળે વાને માસ લોળા
ભભક્યાં ભેરવાં કાળાં લેવા બળી ભોગ
રતિયાં ઝંઝાળ્યાં નાળાં સિંધુડે ભ્રેકુંડ રંગ્યા
જાગ્યાં ઘણે દિ’એ લાગ્યા તોપુવાળા જોગ
Giga Bapu Barot
Bhali vendari katari Sapakharu lyrics in Gujarati
ભલી વેંડારી કટારી લાંગા
એતાદિ કળાકા ભાણ
સંભારી કચારી માહી
હોવંતે સંગ્રામ
હેમજરી નીસરી વનારી
શાત્રવાંકા હૈયા
અજાબીઆ માંગે
થારી દોધારી ઇનામ
પઢ્ઢી અઢ્ઢી આખરા કી
જમદઢ્ઢી કઢ્ઢી પાર
ધ્રસઢ્ઢી શાત્રવાં હૈયે
રાખવા ધરમ
બમ્બોળી રતમ્માં થકી
કંકોળી સી કઢ્ઢી બાર
હોળી રમી પાદશારી
નીસરી હરમ
આષાઢી બીજલી જાણે
ઉતરી શી અણીબેર
મણિ હિરાકણી જડી
નખારે સમ્રાથ
મણિએહો મૃગાનેણી
બેઠી છત્રશાળી માંય
હેમરે જાળીએ કરી
શાહજાદી હાથ
કરી વાત આખિયાત
અણી ભાત નથે કણી
જરી જાળીયામા તરી
જોવે ઝાંખ ઝાંખ
શાત્રવાંકા હીયા બીચ
સોસરી કરી તે જેસા
ઈસરી નીસરી જેસી
તીસરી સી આંખ
મહેરામણસિંહજી જાડેજા
માતાજીનું સપાખરૂં mataji nu sapakharu
અંબા અચંબા પ્રલંબા તેજ બંબા જગદંબા
આદિ વાસ હે તવમ્બા દશે દિકંબા વ્રદાઇ
શકમ્બા સદંબા શુભ મંબાસ્વાવલંબા શિવા
વેદે તું વિદંબા સચ્ચિદંબા વખણાઇ
નિપાવ્યા ભ્રેમંડા અંડા નારાયણી નવેખંડા
માર દીયા ઉદંડા કુદંડા દઇ માત
ઠારીયા દાનવા બંડા કરીયા ઘમંડા ઠંડા
રોપિયા અખંડા નામ ઝંડા રળિયાત
ભગતા તારણાં તું ઉતારણા ભારણાં ભૂમિ
કારણાં જગત દુ:ખ હારણાં કુશલ
મારણાં અસુર લીયે ચારણાં ઓવારણાં માં
રાખ્યે ધારણાં બંધાવે પારણાં રાંદલ
મહાખલ દૈત્ય બુરાચુરા ચુરા કીયા મુરા
મુગુટ મયુરા વ્રજ મથુરા મુકામ
રણછોડ રણશુરા મંગલ મધુરા રટે
નિત ઝળહળા નુરા આશાપુરા નામ
ચારવાણી ચારખાણી પરખાણી ચરચાણી
વેદવાણી પુરાણીયે વખાણી વિશાળ
મેરિયા ભુવાને પુત્ર જાણી દયા આણી મળી
પ્રગટ બ્રહ્માણી નાણી બુટ પરચાળ
માડી તું સરિતા વૃંદા મંદાકિની વંદા માત
નંદા તું અલક નંદા મહા નંદા નામ
ફાલગુની ગુણ છંદા ગાતા કટે ભવફંદા
હેતે હર્ષ કંદા પુરે હરસંદા હામ
અખીયાત રટુ બાત હજારી કી અહોરાત
ઉમિયા લીંબચ માત માતંગી ઉદાત
સમરુ દિવસ રાત સિકોતર સાક્ષાત
હરો ઉત્પાત રટુ હરસદ માત
આવ્યો બાઝ ઝપટકપટ છાજ કળિરાજ
સાંભળો અવાજ આઇ પોકારે સમાજ
તારો જાજ પુન પાજ ઉગારો ધરમ તાજ
હરસિધ્ધિ રાખો આજ લાજ હિંગળાજ
વડેચી રવેચી નમુ નાગણેચી માત વંદુ
મઢેચી નવેય ખંડ ગઢેચી મંડી
પહાડેચી ડુંગરેચી લાખણેચી લાગુ પાય
ચોટીલે ચાળકનેચી ચામુંડા ચંડી
માઇ તું સ્થપાઇ ઓળખાઇ નીત ગર્ય મધ્યે
કૃપાળુ બાઇ તું કનકાઇ કહેવાઇ
વારાહી તુળજા ગુણ ગાઇ ભાઇ ભાઇ વાહ
વંદુ સિંધવાઇ આઇ દગાઇ વેરાઇ
ત્રહુળેથી શઢ ફટી બેડલી સાયર તટી
તારવા વાણીયે રટી ઉમટી તરત
લાવી દયા ત્રમજટી જગડુને માથે લટી
સધી વાણવટી અટપટી તું શકત
તજી મન ઘેલડી તું વાત એલફેલડી તું
રુદિયે સેલડી રણ ઘેલડી કુ રટ
જરી કર્યે ટેલડી છોડાવે ભવ ઝેલડી જે
પ્રભુથીએ પેલડીમાં મેલડી પ્રગટ
મમ્માયા મુંબઇ વાળી મુંબામાત મરમાળી
કાળી કલકત્તાવાળી ક્રોધાળી કરાળ
ભુજાળી નેજાળી મોટા ગજાળી ધજાળી ભાળી
બહુચર બાળી બીરદાળી માં બલાળ
પાવાકી પાળકા ડુંગરાળ પંચ માળકા
અતાળકા પતાળકા તળાવ તટ આઇ
માત ગળે ફાળકા ભ્રેકુંડ મુંડ માળકા
કરાળકા જવાળકા તું કાળકા કેવાઇ
જેણે ખંભે ટાંગી ખોઇ જોગણીને જાચી જોઇ
કરે અરદાસ રોઇ શિતળાને કોઇ
પ્રાણ એના અમિ ટોઇ ઉગારે માં મન પ્રોઇ
સમરે હડકમોઇ રાંગળી સિંધોઇ
શ્રદ્ધા છોળ તરબોળ સપાખરુ કડી સોળ
કરી રચના હિલોળ આનંદ કિલ્લોળ
રસ ઝબકોળ “બચુ શ્રીમાળી”ઝકોળ રુદે
આઇ ઓળઘોળ કરું ભાવેથી અતોળ
આઇ ઓળઘોળ કરું ભાવેથી અતોળ
આઇ ઓળઘોળ કરું ભાવેથી અતોળ
વરસાદ નુ સપાખરુ – Varsad nu sapakharu
ચઢયા આષાઢી વાદળા કાળા,
દોવળા અંબરે શોભે,
દશ્યું ઓતરાદી માથે ઉતર્યા દરાર,
તા’તો ઝીંગોર્યા મોરલા માથે વાહરી મંડાણી ઝડી,
એકધારા મેઘરાજા મંડાણા અપાર,
વ્રહાંડે ટીયા ઇન્દ્રવાળા પડ઼તાળા પાણીવાળા,
હાથી સૂંઢવાળા કાલા મંડાણા હિલોળ ,
નગાવાળા ધકયાગાળા નદીનાળા ફાડી નાખ્યા,
અળા માથે જળા દળા ફેલિયા અટૉળ,
હદાવાળા ત્રાહે પાળા સરિતા જોરમાં હાલે
પાણીવાળા ખળકારા પાણીવાળા ખળકારા
એક ધારા પાઢ
તા’તો લોઢરા ઘૂંઘવા જાણે, ગીતરા ઝકોળા લાગા
સાગરા મંડપે હાલ્યા જાનરા સમાઢ,
ચોય દશયે ચાળ બાંધી મંડાણા ધરાકા શ્યામ
અવની હરખ થાટ થાટે એકવાર,
રાખસી ઘાટરા લોઢ ગલોટા મારવા લાગ્યા
લોટાપોટા … લોટાપોટા … લોટાપોટા… થવા લાગ્યા
બધા લારોલાર …
વીર રામવાળા નું સપાખરુ
ધાનાણી ધીંગાણું કર્યું, ખેચીને હાલ્યો ખાગ,
પાછો ન ભરીયો પાગ, તે રણને ટાણે રામડા !
પગ પાક્યો પીડા વધી, ભડ બોરીયેગાળે ભેટ્યો,
હજુ એકે ડગ ન હટ્યો, તું રણને ટાણે રામડા !
પગ એક પાંગળો, અધર ભડાકો એક,
(તોય) ઠાવકી મારી ઠેક, તે રણને ટાણે રામડા !
ધાનાણી તે ધિબીયા , બાપ ને બેટો બે,
તુને નડતા તે, રાખ્યા તળમાં રામડા !
ધારી અમરેલી ધૃજે, થર થર ખાંભા થાય,
દરવાજા દેવાય, રોંઢે દિ’ એ રામડા !
ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ,
ખેપટ જાય ખુરસાણ, કાળપૂંછા બીયા કાળાઉત !
વાટકી જેવડી વાવડી, રાવણ જેવડો રામ,
ગાયકવાડી ગામ, રફલે ધબેડે રામડો !
શક્તિ સૂતી’તી સોચમાં , આપ્યો નો’તો આહાર,
તરપત કરી તરવાર, રગત પાઈને રામડા !
ગઢ જુનો ગિરનાર, ખેંગારનો શ્રાપેલ ખરો,
સંઘર્યો નહીં સરદાર, (નકાં) રમત દેખાડત રામડો !
અંગ્રેજ જરમન આફળે, બળીયા જોધા બે,
ત્રીજું ગર્ય માં તે, રણ જગાવ્યું રામડા !
(ઝુલણો)
ધારી અમરેલીના સિમાડા ધૃજતા ગીરના ડુંગરે હાક પડતી,
ગામડે ગામડે ગોકેરા બોલતા રામને પકડવા ફોજ ફરતી,
તોય પકડાય ના રામવાળો ઘણા ઉગતા દિવસ ને રાત પડતી,
છેલ્લી સમશેર સોરઠ તણી ચમકતી એને ભાંગવા રાત દિ’ ફોજ ફરતી.
મા ઉપરના દુહા નામ – દુલા ભાયા કાગ -”કાગ બાપુ” – Dula Bhaya Kag
ગિયા માસ ગળ્યે, તો હાડે હેવાયા કરે;
(ઍ) માતા જાય મર્યે, (ઍને) કેમૅ વિસરિઍ, કાગડા ?
ચિન્ધે ન છોરુને, લથડિય અગડા લિયે;
મરતા લગ માને , કેમ વિસરિયે , કાગડા ?
પન્ડમા પિડ ઘણિ, સાતિને હસતિ સદા;
માયા માત તણિ, કેમ વિસરિયે , કાગડા ?
કુટુમ્બ ક્લેશ અપાર, કિધા ન પુતરને કદિ;
ઍવા ઝેર જીરવણહાર, કેમ વીસરીઍ, કાગડા ?
જમ જડાફા ખાય , મોતે નળ્ય માંડિયુ;
(તોય) છોરુની ચિંતા થાય, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
ધમણે શ્વાસ ધમાય, ઘટડામા ઘોડા ફરે;
(તોય) છોરુની ચિંતા થાય, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
તો અંગ અઘળા તાવ, પૂતર તળ પૂછે નઇં;
(પણ) ભળ્યો ન બીજો ભાવ, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
કિધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણા લગી;
ન કર્યા દુઃખડા નેણ, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
આખર ઍક જતાં, ક્રોડ્યું ન આખર કામના;
મોઢે બોલુ ‘મા’, કોઠાને ટાઢક, કાગડા!
મોઢે બોલુ ‘માં’, સાચેંય નાનપ સાંભરે;
(ત્યારે) મોટપની મજા, મને કડવી લાગે, કાગડા !
અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, (તેથી) કાળજ સળગે,કાગડા !
ભગવાન ને ભજતા, મહેશ્વર આવિ મળે;
(પણ) મળે ન એક જ મા, કોઇ ઉપાયે કાગડા !
મળી ન હરને મા, (તેથી) મહેશ્વર જો પશુ થયા;
પણ જાયો ઇ જસોદા, (પછી) કાન કેવાણો, કાગડા !
મળિયલ એને મા, સૌ રાઘવ કરસનને રહે;
જગ કોઇ જાણે ના, કાસપ મચ્છને, કાગડા !
જનની કેરુ જોર, રાઘવને રે’તુ સદા;
(તેથી) માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !
ઘુમી ન ઘુઘવતાં, ખોળે ધાવીને ખેલતા;
(એ) ખોળે ખોજીતાં,ક્યાંયે ન મળે, કાગડા !
મોટાં કરીને મા, ખોળેથી ખસતાં કર્યા;
ખોળે ખેલવવા, (પાછા) કરને બાળક, કાગડા !
અમ્રુત ભરિયલ આપ, તુંકારા જનની તણા;
બીજા ભણતા બાપ, કોરા આખર, કાગડા !
સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
(પણ) તરો તુંકારો, ક્યાંય ન મળે, કાગડા !
માતા તો મનમાં ઊણપ કદી ન આણજે
(મારે) ઊભી અંતરમા, (તારી) કાયમ છબી, કાગડા !
માડી સું મનમાંય કોઈ કૂડો સંકલપ કરે,
(એથી) દોઝખ પણ દુભાય, કળ ન સંઘરે, કાગડા !
જનની સામે જોઇ, કપુત તુંકારા કરે,
જ્યાં જ્યાં જનમે હોય કડવું જીવન, કાગડા !
માતા કેરા માન, હરિયા તન હેતે કરી,
ધોડે આગળ ધાન, (પણ) કદી ન આંબે , કાગડા !
માના હરિયા માન, કૌરવ કચેરી મધે,
રહી ન રસણા કાન, કહેવા સાંભળવા કાગડા !
જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય, એ કરથ છેવટ, કાગડા !
કવિ શ્રી દુલા ભાયા કાગ [કાગ બાપુ]
શિવ તાંડવ (ગુજરાતી) – Shiv Tandav (Gujarati)
શૈલે શું ગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ, ગંગકી તરંગ મોલ, વિમલ નીર ગાજે, લોચન ત્રય લાલલાલ ચંદનકી ખોરી ભાલ, કુમકુમ સિંદુર ગુલાલ, ભ્રકુટી વર સાજે
મુંડન કી કંડન માલ, વિહસત હૃદય કે ખુશાલ, ફટિક જાલ રૂદ્રમાલ હરદયાલ રાચે, બમ બમ બમ ડમરૂ બાજ, નાઇવેદ સ્વર સુસાજ, શંકર મહારાજ આજ તાંડવ નાચે. (૧)
સનકાદિક સુર સમાજ, પ્રમુદિનિમ દેવરાજ, પાણિની મુનિ મન વિભ્રાજ, રિદ્ધિ સિદ્ધિ દાની,પ્રથમ વિકસ ઓમકાર, વર્ણ સર્વ કો ઉચ્ચાર, અક્ષર સ્વર નિરાકાર, વૈખ રી સુ બાની,
કચટતપ સુનામ ધાર વર્ગ વર્ગ કો ઉચાર, બ્રહ્મ કો વિચાર સાર, સત્વરૂપ પાંચે બમ્ બમ્ બન્ ડમરૂ બાજ, નાદવેદ સ્વર સુસાજ. શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૨)
ધાધિલાંગ ધાધિલાંગ, વિધિકટ ધિધિકટ વિલાંગ, બાર્જત મરદંગ મધુર વિષ્ણુ કેમર બાંધે, સસસ ગગગ સંગમ પગમ ગમ પગમ ગ ગર્સ, કર વીણાધર નારદજી સારદ આરાધે,
કિન્નર ગંધવ સવ, ચારણ અસર સગર્વ, ધમ અર્થ કામ મોક્ષ સો પ૨ોક્ષ યાચે બમ્ બમ બમ ડમરૂ બાજ, નાદવેદ સ્વર સુસાજ. શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૩)
ઝંઝક ઝંઝક ઝઝાજ, કિટ કિટ મંદિર ઉપાજ, કિધિન કિટધિન નગાર, ધમક ધમ ધમાકે, છુ મક છુમક છમ છમાક, ઝાંઝર ઝમ ઝમાંકે, ઘુઘર ધમ ધમ ધમાક, ધમક ધમ ધમાકે,
કટિ તા લટ લટક લટકિ, ફરગટ ગતિ અચકિ અચકિ, નિરખત સુર ઉચકી ઉચકી મચક લાગે, બમ બમ્ બમ ડમરૂ બાજ, નાદવેદ સ્વર સુસાજ. શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૪)
ધતુતુ ધતુત તુરિય બાજ, તુહિ તુહિ તુહિ કરત ગાજ, શંખનાદ શિંગવાઘ, વિવિધ વાદ ભેરી, તા તતાક તા તતાક, બજત તાલ તાકે તતાક, થરકત લરકત લખાત, ચંદ મંદ હેરી,
અમરી ગણ સુમન જાલ, વરખત હરખત ખુશાલ, મુનિજન માનસ વિશાલ, અમિતરૂપ માચે, બનું બમ્ બમ ડમરૂ બાજ, નાવેદ સ્વર સુસાજ . શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૫)
જય જય જય જપત દેવ, વંદત પદ મહાદેવ, રામકૃષ્ણ કરત સેવ શામ તું નિવાજે. અદ્ભૂત અઘટિત ઘાટ, વિઘટિત સુઘટિત કપાટ, તાંડવકો કરત નાટે, જો ગીરાટે આજે.
અકથ અલખ અતિ અનૂપ, નિરખત સુર નમત ભૂપ, શંકર હર વિશ્વરૂપ, ઈમિ સ્વરૂપ યાચે, બમ બમ્ બમ ડમરૂ બાજ, નાદવેદ સ્વર સુસાજ. શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૨)
શ્રી મોગલ ચાલીસા – Shri Mogal Chalisa
ઓખાધરા ને ઉજાળવા, જાહર ચારણ જાત, જન્મી ધાંધણીયા દેવસૂર ઘર ધન ધન ‘મોગલ માત’,
ચતુરાઈથી ચીતર્યા ચાકળા, બાય બાંધ્યા તારા બારણે, એમાં હોય જો ઉણપ તો રંગ પુરજે માં મોગલ
હુકમ રતા હાજર થજે, માં મોગલ પલમાંય, હજારો વિઘ્નો માત હરજે, નવલાખ તેજાળી બાય
નમું પાય ‘મોગલ’ મહમાયા, ગાવું ગુણ મહિમા ચોપાઈ,
સેવક કાજ સુધારો સદાય, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
ગોરવીયાળી નેહે નિહાળી, દેવસૂર ધાંધણીયા ઘેર જન્મી,
ભાં ‘ઉમા’ ભવ તારણ હારી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
ધન ધન ચારણ કુળ ઉજાળી, પૂરણ છો પ્રગટ પરચાવાળી,
દેવ-દાઢાળી જબ્બર જોરાળી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
ઓખાધરા ઉજાળવા ભાળી, મઢરાણેસર નજર ભળાણી,
જાગ્યા-જોરાળી, માં જગ-જનની, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
માથે નાગ-ફણીધર વાળી, ઓપે કાળા ભેળીયા વાળી,
સિંહ અસવાળી તન-તેજાળી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
છબી મંદિર મેં ઘર ઘર ભાળી, મુરતી છે શુભ મંગલ કારી,
દર્શન દેખુ દશે-દિશાળી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
વ્યોમ-ભોમ પાતાળ નિવાસી, મઢ-ગઢ પાદરમાં પરચાળી,
તરલ-તરની જાહેર જનની, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
પૂજન-અરચન નિત કરે દર્શન, સેવક તારા મન કરે સમરણ,
ભેરે રેજો ભીડ ભવાની, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
પર હીત કાજે હીત કરનારી, દેખી દયાળી બળ ભળ પુરનારી,
કરો કૃપા કરૂણા કરનારી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
આવે પાય નમે નરનારી, બાઘા-આખડી ધરે પ્રસાદી,
માગ્યા દાન આપે વરદાળી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
માત રૂપાળી રૂપાના ઘટની, વંદન કરૂ વિફળના ગઢની,
ખબરૂ લેજે માં ખમકારી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
શોળ-શિરે શણગાર જબુકે, કંકણ ઝાંઝર ઘુઘરી ખમકે,
એવા રૂપ-અનુપમ શોહે, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
જણણ જાલર નોબત વાગે, જળહળ જ્યોત અખંડીત પ્રજળે,
આરતી સાંજ-સવારે ઉતરે, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
કોપે ત્યાં ક્રોધાળી ડણકે, સિંહણ – રૂપ અવરેલી ધુંણે,
ભુલ કરે તેને ભુ-પિવરાવે, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
ડાક વાગે ત્યાં મોગલ હરખે, ધુપ ધુવાડે ખમા હોંકારે,
ધાર્યા કામ કરે ખપરાળી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
ભાવેણા પાદર પરગટ છો, ધીરજ દ્વારે ધૈર્ય દરીજો,
થાનક મોગલ હાજરા હજુર છો, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
સાજા-તાજા રહે સુખી સૌ, એક જ મોગલ નામ રટે જો,
ભવ સાગર એ પાર કરે જો, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
અરજી ઉરમાં મોગલ ધરજો, વિપત વેળા વેલી વળજો,
એવી અમર આશાઓ કરજો, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
કાળા નાગનો કોરડો લીધો, રણ મારગનો પંથ તે લીધો,
દુરી જનનો સંહાર જ કીધો, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
છે કળી કાળ આ કપરો માડી, એમા દેજે સહારો આઈ
રંકજનોની કર રખવાળી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
ગામ સામરખા આઈ રૂપાળી, જન્મયા જગદંબા જયજય કારી,
ગામ ગીરાસ કોરટમાં જીતાવી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
કાપડે કાપડે રાણેસર પધારી, પડદે પડદે વાતુ પલ પલ કીધી,
વેલ વેલ વધારી આઈ રૂપાળી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
સાડા ત્રણ પાડામાં પુજાણી, કર કર લેવા તરવાડે આવી,
કુળ કુળ ચારણને માતે ઉગારી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
ચાર-ચાર પહોર આંઠ વારે સમરે, માં માં ભય-લોગ દારીદ્રો હટાવે,
વિધન વિધન હજારો માત હરીલે, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
તુજ તુજ વિન જગમાં નહિ જીતાય, વિજય વિજય સદાય છે તારી કૃપાઈ,
રાવુ રાવુ સુણ રૂપાના ઘટની, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
ના ના રહે ઉગારવા આરો, ત્યારે ત્યારે દે છે માત સહારો,
મજ મજ દરીયા માં નાવડી તારો, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
શિરે શિરે ઓઢીયો છે ભેળીયો ભારી, જાણે જાણે પુનમ-ચાંદ પ્રકાશી,
નવરાતે નવરાતે માં રમવા નિસરી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
જપ-તપ મોગલ પાઠ કરજે, સવળા એના કામ કરે એ,
નહી બાઘા કોઈ વિધન પડે જો, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
આદિ-અનાદી યુગે યુગે માં, તું અવતરી ઉમા-જગદંબા,
તું જ વિણ ના કરે કોઈ ખમા, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
પરીતાપ-પાપમાં સઘળા કાપો, તુ જ શરણમાં સેવા આપો,
એવા માં વરદાન આપો, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
ચૈતર અષ્ટમી માં ઉજવાયી, હોમ-હવન રાણેસર થાયી,
ભાગે ભુત-પિચાશ પલમાયી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
હોય રાજા કે રંક-ગરીબો, ભેદ ના રાખે માત જરીજો,
ભીડે ભવાની ભેરે રહેજો, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
છોરૂ કદીના માં તરછોડે, પરમ સ્નેહ સતપંથ બતાવે,
પરહિત કાજે હીત કરે એ, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
સમરણ તારૂ છે સુખકારી, છે મહિમા માં અપરંપારી,
શરણે લેજો માત સ્વીકારી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
પઢે પાઠ ‘મોગલ ચાલીસા’ રાખે એની ચડતી કળા માં,
પાર ઉતારે ભૌ સાગર માં, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
અંધ જનોને દ્રષ્ટિ દેનારી, નિરવંશના વંશ રાખનારી,
અબળાને સબળા કરનારી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
નવ લાખ નેજાળી નમુ નારાયણી, નભ ઉંડળમાં તુ વસનારી,
તું જ વિણ અણુ-અણું હીલે નહી, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
ચાર-પાદ ચોપાઈ ચાલીસા, મહીમા-ગુણ ગવાય મોગલ માં,
ગાવે નિશ-દિન નર નારીમાં, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
સુખ સંપત-બુધ્ધિ-બલ પાવે, જે મોગલ ચાલીસા ગાવે,
ધીરજ પાય નમી ગુણ ગાવે, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
રીજવે રાજ, ક્વી કરજોડી, મેર કરો અભિલાષા પુરી,
ગાવું મોગલ ચાલીસા ચોપાઈ, જય ‘મોગલ’ માં મચ્છરાળી ।।
चांपराज वाळानुं सपाखरू – chanpraj vala nu sapakharu
रचना – कवि गीगा बापू बारोट.
वडां भारथां रचाया खेल कौरवारां पांडवारां कणॅ पारथारा जुध्द हुवा प्रले काळ बाणरा टंकार आरपार आसमान बागा पन्नगां थडक्का लागा सातमे पाताळ…(१)
ठांकीया कौरवां बाणे पडी माथे मेधधारा छूटा बाण पारथारा आकरा समोह जाटा शुरधीर ठार ठार वीर रस जागा रोपीआ करणे पागा धाग धागां रोह…(२)
कोदंडां छूटीया बाण भुजदंडां धरी कोप्या ब्रह्मंडां धणेण्या अळ्या पोरसाणा भाण हटाया पारथां रथां भलकारा दीया हरी पुत्र सूरजारा थारा अतागे प्रमाण…(३)
बलाकारी कणॅ भारी पारथारि पोठ्या बाणे ठयाॅ विधिआरा धारा माटे नही काळ वेषधारी विपरारा अंतेकाळे आव्या हरी दाढ भांगी कंचनारी समप्पी दयाळ…(४)
वखाणुं अखाडा बीजा सूयॅवंशी तणा वळी निवेडा भंडेरा लीआ जेताणारा नाथ जेम दळां वादळां जीं बादशाहा आया जारे भूप चांपराजे तारे मांडीयो भाराथ…(५)
शीशने उतारी वाळा मुंडमाळा रोपी शिव हाल्या धडां भडेवाने तेग धारी हाथ पडे काळां धोम जाळां प्रलेकाळां जेम पोच्या भाण रथां खेंची जोवा लागीया भारथ…(६)
सामसामा मळ्यां दळां भडेवाने जेम छुटा बछुटा तोपका गोळा त्रुटा भालां बाज प्राछटे उधडे राडे कोप काळा खाग पाडे रुंड मुंडां दडे शूरां दुठा चांपराज…(७)
मेंगळां खोपरां तोडे उडाडीया आसमाने पडया दूर जेम चड्या वितोळारा पान खेलाडी रमाडे दडा शिर धडा तेम खेले मळ्यां दळां बादशारा फनाका मकान…(८)
रगताळा पूरवाळा खाळा नाळा वहे रोगा पशु पंखी वाळा टोळा धराणा पंजाळ पंखाणीयुं मांस लोळा गळेवा हिलोळा पेठा माथे शूरां अपसरा रोपे वरमाळ…(९)
दंतूशळां उखेडीआ कुंभाथळां तोड दंता खळां दळां वाळां दळां दलीरा खलास डम्मरू पिशाच वाळा शुक ताळा हाक डाक हुवा भेरवाण पीवा रगतां हुलास…(१०)
सात दन लड्यां पछी पृथी सरे पड्यां चांपा अड्या देवतारा गड्या नगारा आकाश नहि डर्या मोतथी ने पृथी सरेf कर्या नामा वर्या अपसरां कर्या सुरापूरी वास…(११)
कवितारा ललकारा मसाणे जाचवा कजु कीरति सांभळी जारे खरा खरी कान आया हरी बरोबरी तणा ऐभलेश अंगे देह धारी फरी करी दीया तुरी दान…(१२)
શ્રી હનુમાન ચાલીસા – Shri Hanuman Chalisa
દોહા
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ |
વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ||
બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ||
ચૌપાઈ
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર |
જય કપીશ તિહુ લોક ઉજાગર || 1 ||
રામદૂત અતુલિત બલધામા |
અંજનિ પુત્ર પવનસુત નામા || 2 ||
મહાવીર વિક્રમ બજરઙ્ગી |
કુમતિ નિવાર સુમતિ કે સઙ્ગી ||3 ||
કંચન વરણ વિરાજ સુવેશા |
કાનન કુંડલ કુંચિત કેશા || 4 ||
હાથવજ્ર ઔ ધ્વજા વિરાજૈ |
કાંથે મૂંજ જનેવૂ સાજૈ || 5||
શંકર સુવન કેસરી નન્દન |
તેજ પ્રતાપ મહાજગ વન્દન || 6 ||
વિદ્યાવાન ગુણી અતિ ચાતુર |
રામ કાજ કરિવે કો આતુર || 7 ||
પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા |
રામલખન સીતા મન બસિયા || 8||
સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા |
વિકટ રૂપધરિ લંક જરાવા || 9 ||
ભીમ રૂપધરિ અસુર સંહારે |
રામચંદ્ર કે કાજ સંવારે || 10 ||
લાય સંજીવન લખન જિયાયે |
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે || 11 ||
રઘુપતિ કીન્હી બહુત બડાયી |
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાયી || 12 ||
સહસ વદન તુમ્હરો યશગાવૈ |
અસ કહિ શ્રીપતિ કણ્ઠ લગાવૈ || 13 ||
સનકાદિક બ્રહ્માદિ મુનીશા |
નારદ શારદ સહિત અહીશા || 14 ||
યમ કુબેર દિગપાલ જહાં તે |
કવિ કોવિદ કહિ સકે કહાં તે || 15 ||
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા |
રામ મિલાય રાજપદ દીન્હા || 16 ||
તુમ્હરો મન્ત્ર વિભીષણ માના |
લંકેશ્વર ભયે સબ જગ જાના || 17 ||
યુગ સહસ્ર યોજન પર ભાનૂ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ || 18 ||
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી |
જલધિ લાંઘિ ગયે અચરજ નાહી || 19 ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે || 20 ||
રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે || 21 ||
સબ સુખ લહૈ તુમ્હારી શરણા |
તુમ રક્ષક કાહૂ કો ડર ના || 22 ||
આપન તેજ તુમ્હારો આપૈ |
તીનોં લોક હાંક તે કાંપૈ || 23 ||
ભૂત પિશાચ નિકટ નહિ આવૈ |
મહવીર જબ નામ સુનાવૈ || 24 ||
નાસૈ રોગ હરૈ સબ પીરા |
જપત નિરંતર હનુમત વીરા || 25 ||
સંકટ સેં હનુમાન છુડાવૈ |
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ || 26 ||
સબ પર રામ તપસ્વી રાજા |
તિનકે કાજ સકલ તુમ સાજા || 27 ||
ઔર મનોરધ જો કોયિ લાવૈ |
તાસુ અમિત જીવન ફલ પાવૈ || 28 ||
ચારો યુગ પરિતાપ તુમ્હારા |
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા || 29 ||
સાધુ સન્ત કે તુમ રખવારે |
અસુર નિકન્દન રામ દુલારે || 30 ||
અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા |
અસ વર દીન્હ જાનકી માતા || 31 ||
રામ રસાયન તુમ્હારે પાસા |
સાદ રહો રઘુપતિ કે દાસા || 32 ||
તુમ્હરે ભજન રામકો પાવૈ |
જન્મ જન્મ કે દુખ બિસરાવૈ || 33 ||
અંત કાલ રઘુવર પુરજાયી |
જહાં જન્મ હરિભક્ત કહાયી || 34 ||
ઔર દેવતા ચિત્ત ન ધરયી |
હનુમત સેયિ સર્વ સુખ કરયી || 35 ||
સંકટ કટૈ મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમત બલ વીરા || 36 ||
જૈ જૈ જૈ હનુમાન ગોસાયી |
કૃપા કરો ગુરુદેવ કી નાયી || 37 ||
જો શત વાર પાઠ કર કોયી |
છૂટહિ બન્દિ મહા સુખ હોયી || 38 ||
જો યહ પડૈ હનુમાન ચાલીસા |
હોય સિદ્ધિ સાખી ગૌરીશા || 39 ||
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજૈ નાથ હૃદય મહ ડેરા || 40 ||
દોહા
પવન તનય સઙ્કટ હરણ – મઙ્ગળ મૂરતિ રૂપ |
રામ લખન સીતા સહિત – હૃદય બસહુ સુરભૂપ ||
સિયાવર રામચન્દ્રકી જય | પવનસુત હનુમાનકી જય | બોલો ભાયી સબ સન્તનકી જય |
શ્રી ચામુંડા ચાલીસા – Shri Chamunda Chalisa
(દોહરો)
ચામુંડા જયકાર હો, જય જય આદિ માત !
પ્રસન્ન થાઓ પ્રેમથી, ભમતી ભુવન સાત !
જય ચામુંડા જય હો માતા, દુ:ખ હરી આપો સુખ શાતા.
ત્રણે લોકમાં વાસ તમારો, તુહિં એક હો સાથ અમારો.
ચંડ મુંડનાં મર્દન કીધાં, અસુર ગણોનાં રક્ત જ પીધાં.
હાથે ખડગ ને ત્રિશૂળ બિરાજે, સિંહ ઉપર તુ જનની રાજે.
હાહાકાર અસુર ગણ કરતા, જ્યાં માં તમારાં ચરણો પડતાં.
હું હું નાદે યુદ્ધ તુ કરતી, શત્રુ હણી અટ્ટહાસ્ય તુ કરતી.
યુગે યુગે અવતાર તુ ધરતી, ભાર ભૂમિનો સઘળો હરતી.
સંતજનો ને ઋષિઓ પુકારે, દેવગણો પણ શરણે તારે.
જય ચામુંડા જય કંકાલી, તુહિં અંબિકા તુહિં કાલી.
મંગલમયી તુ મંગલ કરજે, ભવ ભવ કેરાં દુખડાં હરજે.
અસુર ગણોને તેં જ વિદાર્યા, દેવગણો ભયહીન બનાવ્યા.
ભક્તજનો ને નિર્ભય કરતી, સઘળા એનાં સંકટ હરતી.
હ્ર્રીં ચામુંડા શ્રી કલ્યાણી, દેવ ને ઋષિગણ થી અજાણી.
કોઈ ના તારો મહિમા જાણે, બ્રહ્મા વિષ્ણુ શિવ સૌ પ્રમાણે.
દે બુદ્ધિ હરી લે સહુ સંકટ, ભકતો સમરે થાય તુ પરગટ.
જય ૐકારા, જય હુંકારા, મહા શક્તિ જય અપરંપાર.
જગદંબા ન વાર લગાવો, પુકાર સુણી દોડી આવો.
દુઃખ દરિદ્રતા મૈયા કાપો, સંકટ હરીને આનંદ સ્થાપો.
જય શંકરી સુરેશ સનાતન, કોટિ સિદ્ધિ કવિ માત પુરાતન.
કલિ કાળમાં તુહિં કૃપાળી, તુ વરદાતા તુહિં દયાળી.
તુ આનંદી આનંદ નિધાન, તુ જશ આપે અરપે તુ માન.
વિદ્યા દેવી વિદ્યા દોને, જડતા અજ્ઞાન સૌ હરી લોને.
પળ પળ દુઃખ ના વિષ જ ડંખે, બાળક તારું અમરત ઝંખે.
પ્રલયકાળે તુ નર્તન કરતી, સહુ જીવોનુ પાલન કરતી.
મેધ થઇ મા તુ ગર્જતી, અન્નપુર્ણા તુ અન્ન અર્પતી.
સહસ્ત્ર ભૂજા સરોરૂહ માલિની, જય ચામુંડા મરઘટવાસિની.
કરુણામૃત સાગર તુહિં દેવિ, જ્યોતિ તમારી સોહે દેવી.
જય અંબિકા ચંડી ચામુંડા, પાપ બધાં વિરાદે તુ ભૂંડા.
એક શક્તિ તુ બહુ સ્વરૂપા, અકથ ચરિત્રા શક્તિ અનુપા.
જય વિદ્યા જય લક્ષ્મી તુ છે, જય ભક્તિ અમ જ્ઞાન જ તુ છે.
અખિલ નિખિલમાં તૂ ઘૂમનારી, સકલ ભવનમાં તુ રમનારી.
હું હું હું હુંકાર કરતી, સર્જન કરતી વિસર્જન કરતી.
હાથમાં ચક્ર ને ત્રિશૂળ શોભે, નીરખી અસુર દૂર દૂર ભાગે.
ૐ ઐં હ્ર્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે, ત્રણે લોક તુજ કરુણા યાચે.
કૃપા કરી મા દર્શન દેજો, પાપ અમારાં સર્વ બાળી દેજો.
તુ સ્વાહા તુ સ્વધા સ્વરૂપા, યજ્ઞ તુ યજ્ઞની તુજ છે ભોક્તા.
તુ માતા તુ હવિ ભવાની, તારી ગતિ કોઈએ ન જાણી.
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ પુજે, તુજ વિણ કોઇને કાંઇ ન સુઝે.
સ્તુતિ કરે સૌ ભક્ત અખંડે, તુ બ્રહ્માંડે ઘૂમતી ચામુંડે.
ક્ષમા કરો મા ભૂલ અમારી, યાચી રહ્યા મા ! દયા તમારી.
(દોહરો)
સચરાચરમાં વ્યાપિની, ચામુંડા તું માત
કૃપા કરી જગદંબે, દેજો અમને સાથ.
Tags:-
sapakharu, sapakhara, sapakhru, mataji nu sapakharu, #sapakharu, new sapakharu, sapakharu 2021, navu sapakharu, sapkharu, shinh nu sapakharu, ghoda nu sapakharu, sapakharu mahadev, varsad nu sapakharu, bai aviya sapakharu, maa meldi nu sapakharu, rajbha gadhvi sapakharu, sapakhara ni ramjat, chapakharu rajbha, devayat khavad sapakaru, lyrics sapakhru, famous sapakhru, muktidan gadhavi sapakharu, ghodanu chapakharu, mataji nu sapakhru, rajbha gadhvi sapakhru
I very delighted to find this internet site on bing just what I was searching for as well saved to fav
This post post made me think. I will write something about this on my blog. Have a nice day!!
I very delighted to find this internet site on bing just what I was searching for as well saved to fav